________________
૨૩૨
સુરસુંદરી ચરિત્ર વળી હાલમાં હું મારી પ્રતિજ્ઞાન ભંગ કરવા માટે સમર્થ નથી થઈ શકતી કે, મારા ઈષ્ટ એવા તે પ્રાણપ્રિયને છોડીને અન્ય પુરુષ મારા હાથને સ્પર્શ કરે. માટે હું મારી પ્રતિજ્ઞાન ભંગ કરવાને શક્તિમાન નથી. કહ્યું છે કે,
અગાધ જળથી ભરેલા સમુદ્રો જેમ પોતાની મર્યાદાને છેડતા નથી,
શીલગુણને પાલનારા મનુષ્ય જેમ પોતાના શીલ વ્રતને પ્રાણાતે પણ છોડતા નથી.
જેમ રાજનીતિમાં કુશલ એવા રાજાએ નીતિનું | ઉલ્લંઘન કરતા નથી.
તેમ સજજન પુરૂષ પ્રાણાંતમાં પણ પિતાની પ્રતિજ્ઞાને ભંગ કરતા નથી.
આ સુકેમલ શરીર ઉપર વજીપાત થાય તે તેને હું શ્રેષ્ઠ માનું છું.
અગ્નિમાં પ્રવેશ કરવો એ પણ ઉત્તમ ગણાય છે.
વિષજનને પણ ઉચ્ચકોટીમાં હું માનું છું, પરંતુ પિતાની પ્રતિજ્ઞાને ત્યાગ કરે તેને હું બહુ જ અધમ માનું છું. અર્થાત્ ઉપરોક્ત વિષય કરતાં આ પ્રતિજ્ઞાને ભંગ કર એ અધિક દુઃખદાયક ગણાય છે.
દે કે ઈપણ સમયે જૂઠું બોલતા નથી, છતાં પાપિ એવી મારાં દુષ્કૃત વડે તે પણ અન્યથા થયું.