________________
સુરસુંદરી ચરિત્ર
૨૩૩ અથવા તે કઈ પણ કપટ વડે પિશાચનું રૂપ ધરી, નરવાહન રાજાના કેઈક ભકતે અથવા અન્ય કઈ વિદ્યાધરે તે વખતે મને છેતરી હોય તેમ પણ હોય ખરૂં. માટે હાલમાં પણ મારા મનોવાંછિત અર્થનો વિઘાત ન થાઓ.
હે ભગવન્! આપના પ્રસાદથી હવે મારૂં નિર્વિધ્રપણે મરણ સિદ્ધ થાઓ.
હે ભગવન્! પ્રિયના વિરહરૂપ પ્રચંડ મુદૂગર વડે જીર્ણ હૃદયવાળી અને પાપપુંજથી ઘાયલ થયેલી હું આ સમયે મરણ સિવાય અન્ય કંઈપણ હિત ધારતી નથી.
છતાં પણ હાલમાં મારૂં મરણ થશે કે નહી થાય તે સંબંધી હજુ પણ મારા હૃદયમાં શંકા રહે છે.
પ્રિય વિરહના દુઃખને શાંત કરનાર મરણ પણ - સંપૂર્ણ પુણ્યના ઉદયથી પમાય છે.
માટે જે તે મરણ પણ હાલમાં થાય તે હું કૃતાર્થ થાઉં, એમ કહી તેણીએ પિતાને દેહ નીચે મુખે પાશના આધારે એકદમ લટકતો મૂક્યો.
તે જોઈ એકદમ હું ત્યાં ગયે અને તેનો પાશ મેં ઝડપથી છેદી નાખ્યો. પછી તેને મારા બાળામાં લઈને મેં ધીમે સ્વરે કહ્યું.
હે સુતનુ ! સુર અને અસુરેંદ્રોને પરાજય કરનાર - કામદેવ તારી ઉપર પ્રસન્ન થયો છે. હવે તારે કોઈ