________________
સુરસુંદરી ચરિત્ર
૨૩૧ નહીં તે મૃત્યુ થયું, તેમ જીવતી પણ હું નથી. માટે આપને હું શું કહું?
હાલમાં હું આપને શરણે આવી છું. અગ્નિથી બળેલાં થયેલા માણસને જેમ અગ્નિ જ ઔષધ થાય છે, તેમ તમેએ મારા શરીરે બહુ જ પીડા કરી છે. માટે તમારા શરણે હું આવી છું.
જો તમે મારી ઉપર પ્રસન્ન થયા હોવ તો મારા પ્રાર્થિત એવા તે વરને તમે આપે અને આવી વિડંબના અન્ય જન્મમાં પણ મને મા થાઓ.
પ્રથમ આ મારા જન્મને પ્રાણપ્રિયની આશા વડે મેં નિષ્ફલ વ્યતીત કર્યો. હે ભગવન્! જન્માંતરમાં પણ તેજ મારા પ્રિય પતિને સંગ તમારે કરાવો.
આ પ્રમાણે કહ્યા બાદ હું સુપ્રતિષ્ઠ! નેત્રમાંથી ખરતાં ધારાબદ્ધ આંસુઓના પ્રવાહવડે ભીંજાઈ ગયું છે
સ્તનમંડલ જેનું એવી તે કનકમાલાએ નાના પ્રકારનાં રથી બનાવેલા, ચારે તરફ પ્રસરતા છે શુદ્ધ કિરણે જેના અને ગભારાના દ્વારમાં બાંધેલા સુંદર તેરણને વિષે પોતાના ઓઢવાના વસ્ત્રથી પાશ બાંધ્યો.
ત્યારબાદ ફરીથી તે બેલી.
હે કામદેવ ! હાલમાં હું તારી આગળ પ્રાણ ત્યાગ કરું છું. મને કેઈપણ ઠપકે ન આપે કે;
કનકમાલાએ આ બહુ ખોટું કર્યું. એટલા માટે આશા વડે આટલો સમય મેં નિર્ગમન કર્યો.