________________
૨૩૦
- સુરસુંદરી ચરિત્ર ત્યારબાદ તે બાલાએ અંદર જઈને દ્વારનાં કમાઇ બંધ કરી અર્ગલા (ભૂગોળ) ભીડાવી દીધી.
ત્યાર પછી તે બાલા કામદેવનું પૂજન કરીને તેના ચરણકમલમાં પ્રણામ કરવા લાગી.
પ્રણામ કર્યા બાદ તે બહુ નિઃશ્વાસ નાખવા લાગી. તેમજ તેણુના નેત્રોમાંથી ધારા પ્રવાહ અશ્રપાત થવા લાગ્યા.
મંદમંદ શબ્દથી ગદગદ કંઠે આક્ષેપ સહિત તે બાલા બલવા લાગી,
હે ભગવન દેવ અને મનુષ્યોને જીતનાર હોવા છતાં પણ આપ શા માટે આ સ્ત્રી-જાતિને દુઃખી કરે છે ?
હે ભગવન્! તે પ્રાણપ્રિયને વિષે મારો અતિશય અનુરાગ થયો છે, છતાં તેને છોડીને અન્ય પુરૂષની સાથે મને તમે શા માટે જવા તૈયાર થયા છો ?
વળી આલેકમાં સંભળાય છે, હે ભગવન્! તમારાં પાંચ જ બાણ છે, પરંતુ મને તે હજાર બાણ સમાન તમે થઈ પડયા છે. એવી મને ખાત્રી થઈ છે.
હે ભગવન! જે તમારે મને પ્રહાર કરવો હોય તો સુખેથી પ્રહાર કરે તમને કેણ નિવારણ કરે છે ?
પરંતુ જે મારી ઉપર પ્રહાર કરવો હોય તો તે કરો કે જેથી મૃત્યુના મુખમાં જલદી હું ચાલી જાઉં.
હે કામદેવ! તમેએ મને એ માર માર્યો કે