________________
સુરસુંદરી ચરિત્ર
૨૨૯
કામદેવની પૂજા કર્યા બાદ સ્તુતિ પ્રસંગે અમેએ કહ્યું કે, હે ભગવન્ ! આપને પ્રસાદથી અમારો ઈષ્ટ મને રથ સિદ્ધ થાઓ !
એમ પ્રાર્થના કરી અમે બન્ને જણ કામદેવના પાછળના ભાગમાં સંતાઈ ગયા.
એક પ્રહરથી કંઈક અધિક રાત્રીનો સમય વ્યતીત થયે એટલે, બહુ પરિજનથી પરિવારિત,
ઉત્તમ પ્રકારનાં સેંકડે મંગલગીતેથી ગવાતી હતી, નાના પ્રકારનાં વાજીત્રો વિવિધ સ્વરથી વાગતાં હતાં,
પિતાની સખીઓ ચારે પાસ વીંટાઈ વળી હતી, તેમજ પિતે ઉત્તમ શિબિકામાં બેઠી હતી,
દરેક માંગલિક ઉપચારો કરવામાં આવ્યા હતા,
શરીરે વેત અને સ્વચ્છ આભૂષણે ધારણ કર્યા હતાં, તેમજ વસ્ત્રો પણ વેત પહેરેલાં હતાં.
સુગંધિત પુપ વડે જેણીને કેશપાશ ગુંથેલો હતું,
એવી તે કનકમાલા મદનગૃહના દ્વારમાં આવી પહોંચી.
ત્યાર પછી શિબિકામાંથી નીચે ઉતરીને પૂજન માટે પુષ્પાદિક સામગ્રીને ગ્રહણ કરીને પિતાના સમસ્ત પારિજનને દ્વારા દેશમાં જ ઉભો રાખે.
ત્યાર પછી કામદેવના પૂજન માટે પોતે એકલીએ અંદર પ્રવેશ કર્યો.