________________
સુરસુંદરી ચરિત્ર
૨૨૭
ગઈ; હાલમાં કોઈપણ ઉપાય કરવાના સમય રહ્યો નથી. કારણ કે; આજની રાત્રીએ જ તેણીના વિવાહ થવાના છે. ચિત્રગતિ મેલ્યેા. હું સુતનુ ! જો તને અનુકુલ હાય અને તે ઠીક લાગે તેા, હજી તે ખાળાને મેળવવાના એક ઉપાય મારા હૃદયમાં સ્ફુરી રહ્યો છે. મે' કહ્યું કે; ભાઈ! તેવા કયા ઉપાય છે ? તે માલ્યા, હે ભદ્ર! તારી ઇચ્છા હોય ત। તું
સાંભળ.
દક્ષિણશ્રેણીમાં વિદ્યાધરાના એવા કુલાચાર છે. લગ્નના સમયે એકલી કન્યા કામદેવની પૂજા માટે જાય છે અને પૂજન કર્યા બાદ તે કન્યા પેાતાના કુલના ક્રમ પ્રમાણે ઉચિત વરની સાથે લગ્ન કરે છે.
પેાતાના કુલની મર્યાદાને અનુસરતી તે કન્યા આજે કામદેવના પૂજન માટે આવશે.
વળી આપણે બન્ને જણુ પણ પ્રથમથી જ કામદેવના મદિરમાં જઇ છુપાઇ રહીએ.
તે કન્યા જયારે પૂજન માટે આવશે, ત્યારે તેનાં વસ્ત્ર પહેરી લઈ હું સ્ત્રીના વેશ કરી વરની પાસે જઈશ અને તું કનકસાલાને લઈને તે જ વખતે પલાયન થઈ જજે. ત્યારબાદ હું પણ ત્યાંથી કાઈ ઉપાયથી લાગ શેાધીને નાસી જઈશ.
હે ભદ્ર! આ પ્રમાણે કરવાથી તે કન્યાની જરૂર પ્રાપ્તિ થશે. અન્યથા તમે કન્યાની આશા રાખશા નહીં.