________________
સુરસુંદરી ચરિત્ર
૨૨૫ આજે ભમતો ભમતો અહીં આપના કુંજરાવત નગરમાં હું આવ્યો અને આ ઉદ્યાનમાં પ્રવેશ કરતાં મને શુકન બહુ સારા થયા.
મારો જમણે હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્યાં.
તરતજ મારા મનમાં સંક૯૫ થયે, આજે જરૂર તે સ્ત્રીનું મને દર્શન થશે અથવા તે બીજું કઈપણ ઉત્તમ કાર્ય સિદ્ધ થશે.
પુરૂષનાં સર્વ જમણું અંગ જે ફરકે તે તે શુભફલ આપનારાં જાણવાં. તેમજ સ્ત્રીઓનાં દરેક ડાબા અંગ ફરકે તે તે શ્રેષ્ઠફલ આપનાર કહ્યાં છે. એમાં કઈ પ્રકારને સંશય નથી.
" એમ વિચાર કરતે હું આ કદલીગૃહમાં આવ્યું, પછી પાદશૌચ કરી સ્વરછ બાંધેલી ભૂમિ ઉપર હું બેઠે.
તેવામાં ત્યાં હે સુતનુ! ક્ષણ માત્રમાં સ્વચ્છ હવાને લીધે હું નિંદ્રાવશ થઈ ગયો. ત્યારબાદ તારા પ્રલાપને શબ્દ સાંભળી હું નિંદ્રામાંથી એકદમ જાગી ઉઠયો.
અરે! અહીંયાં કઈ માનવજાતિ દેખાતી નથી, તે આ શબ્દ કેણે કર્યો હશે?
એમ વિચાર કરી હું દિશાઓનું અવલોકન કરતે હિતે, તેટલામાં વૃક્ષની શાખાએ લબડતો તું મારી દૃષ્ટિગોચર થયે કે તરતજ હું હાહાકાર કરવા લાગ્યું. - અરે ! કામદેવ સમાન તેજસ્વી એ આ યુવાન પુરૂષ ગળે પાશ નાખી શા માટે આત્મઘાત કરવા લાગ્યો છે?
S