________________
સુરસુંદરી ચરિત્ર
૨૨૩ હા ! બહુ ખેદની વાત છે; હે હદય ! તું શા માટે શોકથી જીર્યા કરે છે ?
હવે મને ભીષ્ટ એવી તે દયિતા ઉપરથી મમત્વભાવ દૂર કરી તું શાંત થા.
અપ્રાપ્ય વસ્તુ ઉપર પ્રેમ કરે તે નિષ્ફલ છે, માત્ર તે શરીરને દુઃખદાયક થાય છે.
જે પદાર્થની પ્રાપ્તિ દુર્લભ હોય તેની ઉપર પ્રેમ રાખવાથી શું ફલ થઈ શકે ? એથી કંઇ પોતાને વિચાર સિદ્ધ થતું નથી.
માત્ર તેવા અસત્ આગ્રહમાં પડેલા મૂઢ પુરૂષને આલોક તથા પરલોકમાં ઝાંઝવાના જળની માફક સુખાભાસ દુખદાયક થઈ પડે છે.”
હે હૃદય ! તેણીનું સ્થાન માત્ર પણ તારા જાણવામાં નથી. છતાં હજુ પણ તેણની આશા તું શા માટે રાખે છે?
હે હૃદય ! હવે તારે જે બળવું હોય તે ભલે બળ્યા કર? તારે જેમ કૂટવું હોય તેમ સુખેથી કૂટ્યા કરી ? હું તને ના પાડવાને નથી.
હાલમાં સ્ત્રીની પ્રવૃત્તિ માત્ર પણ દુર્લભ થઈ છે.
નકામી બહુ શોકને વધારનારી આવી ચિંતા કરવાથી શું? હવે તે ધિય રાખી કંઈપણ ઉપાય કરૂં. કારણ કે, ઉપાય કરવામાં પ્રવૃત્ત થયેલા પુરૂષે ઈચ્છિત અર્થને પ્રાપ્ત કરે છે.