________________
૨૨૬
સુરસુંદરી ચરિત્ર
એમ વિચાર કરી હાહાકાર કરતા હું તારી પાસે આવ્યો અને એકદમ તારા ગળાને પાશ મેં કાપી નાખ્યા.
હે ચિત્રવેગ ! હવે અહીંથી બાકીનું સર્વ વૃત્તાંત તું પોતે જ પ્રત્યક્ષપણે જાણે છે. ' હે ભદ્ર! પિતાની સ્ત્રીનું સ્થાન પણ તું કેમ નથી જાણતું ?
એમ જે તે મને પૂછયું હતું, તેને સર્વ ઉત્તર મેં તને કો. માટે હે ચિત્રગ ! રૂપ અને યૌવન વડે અદ્દભુત એવા આ મનુષ્યભવને પામીને તું બુદ્ધિને ઉપયોગ કર.
ફક્ત સ્ત્રીના કારણને લીધે અમંગલિક એ આત્મઘાત કરે તને એગ્ય નથી.
હે ચિત્રગ કે ઉત્તમ એવા કુલીન પુરૂષને સ્ત્રીના વિરહમાં અત્યંત દુઃસહ એવું દુઃખ ઉત્પન્ન થાય છે તે પણ આ અઘટિત મરણ કરવું તેઓને ઉચિત નથી.
હું પણ જાણું છું કે નરકસ્થાનમાં નારકની માફક પ્રાણપ્રિય એવા મનુષ્યના વિયેગથી દારૂણ દુઃખ પ્રગટ થાય છે. તથાપિ સમજુ પુરૂષોએ સર્વથા આત્મવધ કરે નહી. પરંતુ કેઈપણ એવો ઉપાય કરવો જોઈએ; જેથી પિતાની મનવાંછિત પ્રિયાને સમાગમ થાય.
હે સુપ્રતિષ્ઠ! આ પ્રમાણે ચિત્રવેગનું વચન સાંભળી માટે નિ:શ્વાસ મૂકી મેં કહ્યું કે, હવે તે વાત