________________
સુરસુંદરી ચરિત્ર
૨૨૧ કેટલાક વિમલ નગરમાં ચાલ્યા ગયા. કેટલાક રથનુપુર નગરમાં ગયા. કેટલાક આનંદપુરમાં ગયા. કેટલ કે શકટાસુ ખ નગરમાં ગયા. કેટલાક વિજય તીપુરમાં ગયા. કેટલાક રત્નપુરમાં ગયા. કેટલાક રત્નસંવિય નામે શ્રીનગરમાં ગયા. કેટલાક જલાવતી નગરમાં ગયા. કેટલાક શંખનાભ નગરમાં ગયા.
શત્રુના ભયને લીધે સર્વ નગરવાસી લેકે ભિન્ન ભિન્ન નગરમાં વાયુના વેગથી હણાયેલા સથુના ઢગલાની માફક વિખરાઈ ગયા છે.
આ પ્રમાણે કહી તે પુરૂષ ચિત્રગતિને પ્રણામ કરી પોતાના માર્ગે ચાલતે થયો.
ત્યારપછી ચિત્રગતિ પણ તેનાં વચન સાંભળી એકદમ મુદ્દગર વડે હણાયે હોય ને શું ?
ક્ષુધાતુર રાક્ષસ વડે પ્રસાયેલું હોય ને શું ? વજ વડે તાડન કરાયેલે હેય ને શું ? તેમ અતિ દુસહ દુઃખસાગરમાં તે ડુબી ગયો. '
ત્યાર બાદ તે વિચાર કરવા લાગ્યો, અરે ! હવે મારે ક્યાં જવું ? તે બાલાનું દર્શન મને ક્યાં થશે ? એના દર્શનથી મારા હૃદયને બહુ જ આનંદ થયો હતે. છતાં આ સર્વ વ્યવસ્થા હતવિષિએ ઉચ્છિન્ન કરી નાખી..