________________
સુરસુંદરી ચરિત્ર
૨૧૯:
શ્રીજિનેંદ્રભગવાનના મંદિરનું ઉલ્લંઘન કરવાથી એની ઉપર ધરણંદ્ર કોપાયમાન થયા છે. જેથી એણે તત્કાલ તે અધમ વિદ્યાધરની વિદ્યાને વિચછેદ કર્યો.
જ્વલન પ્રભને વિદ્યાસિદ્ધ થઈ છે એમ જાણીને કનકપ્રભ વિદ્યા રહિત થવાથી અહીં રહેવાની અશક્તિ. હોવાને લીધે અહીંથી નાસી ગયો.
તે ભયભીત થઈને દક્ષિણ શ્રેણીમાં ગંગાવત્ત નગરમાં ગયો છે. ત્યાં પોતાના જ્ઞાતિવર્ગ સહિત તે અધમ, વિદ્યાધર શ્રીગંધાવહન રાજાનું શરણ લઈ રહ્યો છે.
આ વાત સર્વ નગરના લેકેના જાણવામાં આવી, એટલે લોકે પણ બહુ ચિંતામાં પડી ગયા. રાજા વિના નગરમાં કેવી રીતે રહી શકાય ? ખાવા-પીવાની શુદ્ધિ પણ ભૂલી ગયા. લોકોના હૃદય ભયને લીધે બહુ જ અધીરાં થઈ ગયાં. વળી તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે આપણે રાજા તે નાશી ગયે. હવે આ નગરને વસાવવા માટે કઈ શક્તિમાનું રહ્યું નથી, અને રાજા સિવાય હાલમાં આપણે અહીં રહેવું ઉચિત નથી. આપણે રક્ષક કેઈ છે નહિ છતાં આપણે અહીંયાં રહીએ અને કદાચિત આપત્તિ આવી પડે તે આપણું શી ગતિ થાય ?
જલદી આ નગરને આપણે ત્યાગ કર જોઈએ. કારણ કે, નિર્બળ એવી પ્રજાનું સંરક્ષણ નરેદ્ર સિવાય. અન્ય કોઈ થી થઈ શકતું નથી. કહ્યું છે કે,