________________
૨૧૮
સુરસુંદરી ચરિત્ર
કાઢી મૂકયા. તે જ્વલનપ્રભ પેાતાના સસરાના નગરમાં
ગયા.
આ કૅનકૅપ્રભ રાજા રાજ્યના અનુભવ કરતા છતા આ નગરમાં રહે છે.
જ્વલનપ્રભને ભાનુતિ નામે તેના સસરાએ રાહીણી નામે વિદ્યા આપી. જ્વલનપ્રભ તે વિદ્યાને સાધવા માટે પ્રવૃત્ત થયા.
તે વૃત્તાંત કનકપ્રભને પેાતાની વિદ્યાએ કહ્યું. એટલે તેના વિાને માટે એકદમ કનકપ્રભ રાજા ત્યાં ગયા અને બહુ ઉપદ્રવ કરવા લાગ્યા.
પરંતુ પેાતાની દૃઢતાને લીધે તે કિંચિત્ માત્ર પણ ક્ષુભિત થયેા નહી, તેથી તે વિદ્યાધરે ભયભીત થઈ ગયા અને વિલક્ષ્ય થઈ પેાતાના નગર તરફ તે વ્યાકુલ ચિત્ત આવતા હતા.
તેવામાં તે પ્રમાદને લીધે શ્રીજિનેન્દ્ર ભગવાનનું મદિર ઉલૂ'ધીને ચાલ્યા ગયા એ માટી એની ભૂલ થઇ.
કારણ કે સવ ખેચરાને માટે પ્રથમથી જ ધરણે કે એવા નિયમ ખાંધ્યા છે કે, શ્રીજિનેન્દ્રભગવાનનુ મંદિર તેમજ સાધુમહારાજની પ્રતિમાનું જે ઉલ્લઘન કરશે, તેવા અધમ વિદ્યાધરની વિદ્યાના તત્કાલ લેપ થશે.
આ પ્રમાણે આ વૈતાઢય પર્વતમાં પ્રવૃત્તિ ચાલે. છે. તે ખાખત દરેક વિદ્યાધરા જાણે છે. માટે હું ભદ્રુ !.