________________
સુરસુંદરી ચરિત્ર
૨૧૩ લઈ લીધી અને પોતાની આંગળીએ રહેલી મુદ્રિકા ચિત્રગતિને કેાઈ ન જાણે તેવી રીતે આપી દીધી.
પછી તે બાલા ભયથી કંપતી તેઓની પાછળ ચાલવા લાગી. પરંતુ તેણીનું હૃદય તે ચિત્રગતિમાં જ નિમગ્ન થયું હતું.
આગળ ચાલતી તે યુવતી ગ્રીવાને વાળીને અત્યંત પ્રેમને ધારણ કરતી એવી સ્નિગ્ધ દષ્ટિવડે તે પ્રમાણે તેને લક્ષ્યમાં લીધું કે, એકદમ તે કામને વશ થઈ ગયા.
ત્યારબાદ તે કન્યાએ પિતાની સખીઓ સહિત અનુક્રમે પોતાના નગરમાં પ્રવેશ કર્યો.
પછી તેણીના રૂપ અને અદભૂત યૌવન વડે હણાયું છે હૃદય જેનું એ ચિત્રગતિ પણ ક્ષણમાત્રમાં ચિત્રામણની માફક બીજાં બધાં કાર્યોમાં શૂન્ય વ્યવહારવાળો થઈ ગયે
તેમજ કાર્યાકાર્યનો વિવેક પણ તેને સર્વથા નષ્ટ થઈ ગયે.
આ પ્રમાણે તેનું અસ્થિર ચિત્ત જોઈ દમશેષ વિનયપૂર્વક બોલ્યો.
હે કુમાર ! હવે સૂર્યદેવ દિગતરમાં પ્રયાણ કરી અસ્તાચલના શિખર ઉપર આરૂઢ થયો છે. તેથી એને તેજને પ્રભાવ પણ ક્ષીણ થયેલ છે. | માટે આપણે પોતાના સ્થાનમાં જવું ઉચિત છે. વિલંબ કરવાની બિલકુલ જરૂર નથી.