________________
૨૧૨.
સુરસુંદરી ચરિત્ર ધન સંપત્તિને સપાત્રમાં દાન આપવા માટે જ. પિતાના જીવિતને ધર્મારાધન માટે અને
આ નશ્વર શરીરને પરોપકાર માટે ધારણ કરે છે બે પ્રકારના પુરૂષરને આ પૃથ્વીના આધારભૂત ગણાય છે.
આ રત્નાવતી પૃથ્વી બે પુરૂષોને જ ધારણ કરે છે. અથવા બે પુરૂષોએ જ આ પૃથવીને ધારણ કરી છે.
તે બે પુરૂષ કયા ? જેની ઉપકાર કરવામાં જ હમેશાં બુદ્ધિ હોય,
તેમજ જે કરેલા ઉપકારને વિસ્મરી જાય નહીં તેઓ (બંને પ્રકારના પુરૂષો) આ દુનિયામાં પ્રશંસનીય ગણાય છે.
હે નિષ્કારણ વત્સલ ! આપના પ્રભાવથી આ કન્યાને જીવિતદાન મળ્યું છે.
એમ કેટલાક વચન બેલી તેના ગુણોની પ્રશંસા કર્યા બાદ ફરીથી બેલી.
હે સુભગ ! હવે અમે અમારા ઘેર જઈએ છીએ. કારણ કે અમારે જવાનું બહુ મોડું થાય છે.
તે સાંભળી ચિત્રગતિએ કહ્યું, હા તમે એકલા છે માટે સુખેથી જાઓ ! મેડું કરવું ઠીક નહિ. - ત્યારપછી તે યુવતિની ધાવમાતા વિગેરે ત્યાંથી પિતાના નગર પ્રત્યે ચાલ્યાં. તે સમયે તે યુવતિએ ચિત્રગતિના હાથમાંથી તેની ઉત્તમ મુદ્રિકા બહુ ઝડપથી