________________
૨૧૦
સુરસુંદરી ચરિત્ર આકાશમાં રહેલો ચિત્રગતિ પિતાના હૃદયમાં વિચાર કરવા લાગે;
હા ! હા! મહા ખેદની વાત છે,
કામદેવનું એક નિવાસસ્થાન એવી આ સ્ત્રી રત્ન અકાલ મરણ પામશે! આ બહુ જ અગ્ય થાય છે.
એમ વિચાર કરી તરત જ તે વિદ્યાધર આકાશમાંથી નીચે ઉતર્યો.
તેની પાસે આવીને તે યુવતિને પોતાના ખેાળામાં લઈ લીધી.
ત્યારપછી તેને ઉંચકીને ત્યાંથી નિર્વિઘ સ્થાનમાં તે પોતે જલદી લઈ ગયે, અને એક તરૂવરની ઠંડી છાયામાં સુંદર બાંધેલી ભૂમિ ઉપર તેને સુવાડી દીધી.
ત્યાર પછી તેણે પિતાના ઓઢવાના વસ્ત્ર વડે મંદમંદ પવનના સંચારથી તેણીને શાંત કરી. પરંતુ તે યુવતિને કંપારે જાગ્રત હતું. કારણકે; આ દુનિયામાં મરણ સામાન અન્ય ભય નથી. કહ્યું છે કે –
આ સંસારમાં પ્રયાણ કરવા સમાન અન્ય કોઈ જરા નથી,
વ્યવહાર દષ્ટિએ નિર્ધનતાથી બીજે કઈ પરાભવ નથી. અર્થાત્ દરિદ્રતા એ જ પરાભવ છે. | સર્વ પ્રાણીઓને મરણ સમાન અને કેઈ ભય નથી,
સુધા સમાન દુઃખદાયક બીજી કોઈ વેદના નથી.