________________
૨૧૪
સુરસુંદરી ચરિત્ર
આ પ્રમાણે દમઘોષનું વચન સાંભળી બાહા આકારને ગોપવીને તે બે .
ભાઈ ! હવે અહીં રહેવાની આપણે કંઈ જરૂર નથી. પરંતુ અહીં રહેવાનું કારણ તે માત્ર એટલું જ છે કે, મારી આંગળીએથી મારી મુદ્રિકા અહીં કેઈપણ સ્થળે પડી ગઈ છે, તેની શોધ કરી સવારમાં જ હું આવીશ. અને તું જલદી જા.
આ સર્વ વૃત્તાંત તું જવલનપ્રભને કહેજે. તે સાંભળી કંઈક હાસ્ય કરી દમઘોષ બોલ્યો.
હે કુમાર ! આપની સર્વ બીના પ્રત્યક્ષપણે હું જાણું છું, છતાં આવું જૂઠું બોલવાનું તમારે શું કારણ છે?
તમારા હાથમાંથી મુદ્રિકાને ગ્રહણ કરતી તે કન્યાને શું મેં નથી જેઈ? માટે કપટની વાત પડતી મૂકે અને સાચી વાત કહો કે, તે કન્યાનું મૂળ તપાસ કરીને હું આવીશ.
આ પ્રમાણે દમષના કહેવાથી ચિત્રગતિ હરય કરી બોલ્યો.
હે દમઘોષ! મારા હૃદયની વાત તું બરાબર જાણે છે.
ત્યારબાદ દમઘોષ ચિત્રગતિને પ્રણામ કરી આકાશ માર્ગે પ્રયાણ કરી પિતાના સ્થાનમાં ગયો. ચિત્રગતિની ચિંતા.
બાદ ચિત્રગતિ પણ અતિ રમણીય એવા શ્રી આદીશ્વર ભગવાનના મંદિરમાં ગયો. ત્યાં શ્રી જિનેન્દ્ર ભગવાનની