________________
સુરસુંદરી ચરિત્ર
૧૯૧ વિરાજીત છતાં સમગ્ર સંતપુરમાં પ્રધાનપદે સ્થાપના કરેલી ચિત્રલેખાની સાથે રાજ્યલક્ષમીને આનંદથી ઉપભેગ કરે છે. | કનકપ્રભ પણ પ્રજ્ઞપ્તિ વિદ્યાને પણ વિધિપૂર્વક સિદ્ધ કરીને તે વિદ્યાના પ્રભાવથી બહુ શક્તિમાન થયો.
સર્વત્ર લોકમાં વિદ્યાને લીધે તે પ્રસિદ્ધ થયે. તેનું સામર્થ્ય દિગન્ત વ્યાપી થઈ ગયું. અહો ! વિશુદ્ધ વિદ્યાને મહિમા ગુપ્ત રહેતો નથી. તે સંબંધી અન્યત્ર પણ કહેવામાં આવ્યું છે કે –
જેના શ્રવણમાત્રથી આશ્ચર્યને પ્રગટ કરનારી વાર્તા, પ્રગટ ચમત્કારજનક વિશુદ્ધ એવી વિદ્યા, અપૂર્વ એ કસ્તુરીને સુગંધ,
એ ત્રણેય વસ્તુઓ જલની અંદર નાખેલા તેલના બિંદુની માફક રોકવાથી પણ સર્વત્ર પ્રસરી જાય છે, એમાં શું આશ્ચર્ય છે? કનકપ્રભને અવિનય
વિદ્યાના પ્રભાવથી કનકપ્રભ બહુ મદોન્મત્ત થઈ ગયા. જેથી પિતાના વંશજેની મર્યાદા છોડીને પ્રવૃત્તિ કરવા લાગ્યો.
લોકોમાં તેને અપકીતિરૂપ પટ વાગવા લાગ્યા, છતાં તે તરફ તે બિલકુલ લક્ષ આપતું નથી.
તે વિવેકહીન થઈ અનાચારને મુખ્ય સ્થાને માનવા લાગ્યો.