________________
સુરસુંદરી ચરિત્ર
૧૯૫ “કેઈની પણ લાગણી દુભાય નહીં; તેમજ શત્રુ તાનો સંબંધ પણ કેઈ સમયે જોવામાં આવે નહીં; વિગેરે અનેક ફાયદાઓ જેમાં રહેલા છે તેવા વિનય વડે દરેક માનવ ગુણવાન થાય છે.
જ્યારે ગુણવાન થાય છે, ત્યારે તેને જોઈ લો કે બહુ જ ખુશી થાય છે, તેમજ સેંકડે લોકોની પ્રસન્નતા મેળવેલા તે પુરૂષને અનેક પ્રકારની સહાય મળવી બહુ સુલભ થાય છે,
તે સહાયવાન્ પુરૂષને અનેક પ્રકારની સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. જેથી ઉભયલોકમાં વિનયવાન પુરૂષને કેઈપણ અનર્થને ભય રહેતું નથી.” પ્રભંજન મુનિની દેશના
ત્યારપછી શ્રી કેવલીભગવાને સજલ મેઘની ગજે. નાનો પરાજય કરતી અને ગંભીર એવી મધુર વાણી વડે તે સભાની અંદર ધર્મદેશના પ્રારંભ કર્યો.
બાલહાથીના કાન સમાન લક્ષમી બહુ ચંચલ છે.
મનુષ્યના આયુષ્યની અનિત્યતા હમેશાં સર્વને અનુભવાય છે.
પ્રાણુઓનું યૌવન પણ જરારૂપી રાક્ષસીથી એકદમ નષ્ટ કરાય છે.
કેટલાએક પ્રાણીઓનું યૌવન રોગ અને શેક વડે જ વિલય પામે છે.