________________
૨૦૦
સુરસુંદરી ચરિત્ર
શરૂ
વિધિ પ્રમાણે આસન લગાવી જાપાદિકનું અનુષ્ઠાન કર્યું.... ખાદ હાથમાં વસુનંદક નામે ખડૂગને ધારણ કરી ચિત્રગતિ તેની રક્ષામાં તત્પર થયેા. જ્વલનપ્રભ પણ પેાતાના કાર્યમાં અનન્ય મન વડે ઉદ્યુક્ત થયેા.
ભયભીત ચિત્રલેખા
અન્યદા અતિ ભયને લીધે બહુ વેગ વડે ચાલતી અને ધ્રુજતુ છે શરીર જેનું એવી ચિત્રલેખાને ભયભ્ર ત થઈ તે સ્થાનમાં આવતી જોઈ.
ચિત્રગતિએ વિચાર કર્યાં.
આ શૂન્ય અરણ્યમાં મારી વ્હેન કયાંથી આવે છે? એમ ચક્તિ થઇ ચિત્રગતિ માલ્યા.
હે ભદ્રે ! મહાભયંકર એવી આ અટવીમાં તું એકલી કયાંથી આવી?
હે ભગિની ! કાના ભયથી તું અતિશય ક૨ે છે. ?
તે ખાલી. દાસ અને શ્વાસીએ સહિત હું નગરમાંથી અહાર નીકળી ઉદ્યાનમાં ગઈ અને ત્યાં કામદેવનું વિધિસહિત પૂજન કરી પેાતાના ઘર તરફ હું આવતી હતી.
એટલામાં કાઇક કાણિક પુરુષે એકદમ મને માહિત કરી નાખી. જેથી તે પુરુષ સિવાય અન્ય કઇપણુ મારી દૃષ્ટિએ દેખાવા લાગ્યુ નહી.
હું તેની પાછળ દોડવા લાગી.