________________
૨૦૪
સુરસુંદરી ચરિત્ર પિતાની બહેનનું હરણ તે મૂઢતાને લીધે તે ભૂલી ગયો હતો.
હવે તે ઉદ્યાનમાં શ્રી ઋષભદેવ ભગવાનનું બહુ સુંદર એક મંદિર હતું, જેની અંદર યાત્રાના સમયને લીધે અનેક દિવ્યવસ્ત્રાભરણેની સમગ્ર શોભાને ધારણ કરતા ઘણું લોકે એકઠા થયા હતા. - તે જોઈ ચિત્રગતિએ પણ શ્રીનિંદ્ર ભગવાનના મંદીરમાં પ્રવેશ કર્યો.
ત્યાં શ્રી ઋષભદેવ ભગવાનની મૂર્તિનાં દર્શન કરી તે પિતાના હૃદયમાં બહુ આનંદ માનવા લાગ્યો. તેમની ભક્તિભાવને લીધે રોમાંચિત થઈ શ્રી આદિનાથ ભગવાનને વંદન કરીને પછી તે ચિત્રગતિ વિદ્યાધરોના મધ્યભાગમાં નીચે બેસી ગયો. દમઘોષ
કેટલીકવાર પછી જ્વલન પ્રત્યે મેકલેલો દમષ નામે એક પુરુષ ચિત્રગતિની શોધ માટે પૂછતો પૂછતા ત્યાં શ્રીજિનમંદિરમાં આવ્યા.
તે વિદ્યાધરોની અંદર બેઠેલા ચિત્રગતિને જોઈ પ્રણામ કરી તેને એકાંતમાં લઈ ગયો.
તેણે કહ્યું, હે મહાશય ! તમે તમારી પોતાની બહેનને તે મહાદુષ્ટની પાસેથી મુક્ત કરવા માટે ત્યાંથી નીકળીને આકાશમાર્ગે ચાલતા થયા, ત્યારબાદ આપની જે બાબત બની હોય તે ખરી.
હવે મારી હકીકત આપ સાંભળો.