________________
૨૦૨
સુરસુંદરી ચરિત્ર
પિતાના રક્ષણમાં દરેક રક્ષણ સમાયેલાં પ્રાયે જોવામાં આવે છે અને તે માતાપિત્રાદિકથી પણ પોતાના જીવનની આશા બલવત્તર હોય છે.”
દરેક પ્રાણીઓને પોતાનું જીવન બહુ જ પ્રિય હોય છે.
તે સંબંધ એ છે કે, પોતાના પુત્રોને માટે ઘનનું રક્ષણ કરવું અર્થાત્ ધનનો વ્યય કરીને પોતાના બાળકનું પોષણ કરવું.
તેમજ તે ધન સંપત્તિના ઉપભેગો વડે પોતાની સ્ત્રીનું સંરક્ષણ કરવું. અર્થાત્ સ્ત્રી થકી ધનને અધિક ગણવામાં આવ્યું નથી.
તે ધન અને સ્ત્રીઓ વડે સર્વદા પોતાના આત્માનું રક્ષણ કરવું. તાત્પર્ય માત્ર એટલું જ છે કે,
આત્મરક્ષણ એ મુખ્ય ગણેલું છે.
માટે દરેકને પિતાના જીવિત ઉપર વિશેષ પ્રીતિ હોય છે. ચિત્રલેખાનું હરણ
ત્યારપછી આકંદ કરતી એવી તે ચિત્રલેખાની, પાસે આવીને એકદમ પોતાના હાથે તેને પકડી લઈ કનકપ્રભ રાજા તમાલપત્રના સરખું કાંતિમાં શ્યામ એવા. આકાશમાગે ઉપડી ગયો.
હા ! ભાઈ! મારું રક્ષણ કર ! રક્ષણ કર !!