________________
૨૦,
સુરસુંદરી ચરિત્ર રેહિણુવિદ્યા
ચિત્રલેખાનું હરણ તેમજ તેની પાછળ તમારું નિગમન વિગેરે સર્વ હકીકત જાણવા છતાં પણ તે જવલન પ્રભનું હૃદય બીલકુલ ક્ષેભાયમાન થયું નહીં. તેમજ પિતાના કાર્યમાંથી કિંચિત, માત્ર પણ તે ચલાયમાન થયો નહીં.
મંત્રજાપમાં અત્યંત ઉદ્યોગી એવા તે જ્વલન પ્રભના ચિત્તની સ્થિરતા જોઈને એકદમ પ્રત્યક્ષ થઈ રહિણી વિદ્યા બેલી.
હે પુત્ર! અસાધારણ એવા તારા ધયને જોઈ હું તને સિદ્ધ થઈ છું. માટે તારે જે કંઈ કરવાનું હોય તે તું બેલ!
જ્વલનપ્રભ છે. તે વિદ્યાદેવી ! જે સિદ્ધ થઈ હોય તો કનકપ્રભ વિદ્યાધર જે મારી સ્ત્રીને લઈ ગયા છે, તેને તું જલદી અહીં મારી પાસે લાવ.
તે સાંભળી વિદ્યાદેવી બેલી.
હે પુત્ર! પ્રથમ તારે અહી એક વૃત્તાંત સાંભળવાની. જરૂર છે.
એમ કહી વિદ્યાદેવીએ શ્રીકેવલીભગવાનના મુખ-- માંથી જે પ્રમાણે વૃત્તાંત નીકળ્યા હતા તે સર્વ તેને. કહ્યું. માટે તે કનકપ્રભ તને સુભિત કરવા સારૂં તારી, પાસે આવ્યા હતા અને તેણે પિતાની માયા વડે આ. સવ દેખાવ કરેલ છે.