________________
સુરસુંદરી ચરિત્ર
૨૦૭ તેટલામાં મહા ઉન્નત શરીરવાળો અને મદેન્મત્ત કનકપ્રભ વિદ્યાધરનો હાથી, પોતાના સ્થાનમાંથી છુટીને બહાર નીકળ્યા કે તરત જ લોકે બુમાબુમ પાડવા લાગ્યા.
બંધનમાંથી મુક્ત થયેલ તે હાથી સ્વેચ્છા પ્રમાણે
hવા લાગ્યા
માર્ગમાં આવતાં દરેક ગૃહદ્વારને નષ્ટ પ્રાય કરતે, કેટલીક ભી તેને ભાંગવા લાગ્યો. કેટલાક માણસને મારવા લાગે,
પોતાની દષ્ટિગોચર થતા અનેક રને ઉછાળીને ફેંકી દેવા લાગ્યો.
આ પ્રમાણે અનેક ઉપદ્રવ કરતા સાક્ષાત્ યમસમાન અને ઉંચી સૂંઢ કરીને ભયંકર મુખાકૃતિને ધારણ કરતે, તે હાથી બહુ ત્રાસદાયક થઈ પડયે.
તે જોઈ સર્વ લોકે એકદમ ભયભીત થઈ ગયા અને દરેક દિશાઓમાં વિખરાઈ જવા લાગ્યા.
તે હાથી પણ પિતાના દાંતના પ્રહાર વડે રથાદિક -વાહનોને સંહાર કરી સૂંઢથી ઉછાળતો પોતાની ઈચ્છા પ્રમાણે ચારે તરફ ફરવા લાગ્યા.
સાક્ષાત્ જાણે મૃત્યુનું મુખ હોયને શું ?એમ દષ્ટિને પણ દુઃખદાયક એવા મદોન્મત્ત તે હાથીને જોઈ, આકાશમાર્ગે પ્રયાણ કરતા તે ચિત્રગતિને એકદમ આશ્ચર્ય થયું અને મનમાં ચકિત થઈ વિચાર કરવા લાગ્યો.
હવે આ હાથી શું કરે છે ? તે મારે જવું તો ખરૂ? એમ ધારી આકાશમાં ઉભું રહીને તે જોયા કરે છે.