________________
wwww
vvvvv૧૧
સુરસુંદરી ચરિત્ર
૨૦૩, હા! પ્રિયતમ? આ અસહ્ય દુઃખથી તમે મારૂં રક્ષણ કરો !
- એમ વિલાપ કરતી અને તે દુષ્ટના પાશમાં પડેલી પિતાની બહેનને જોઈ ચિત્રગતિ છે.
રે! પિતાના કુલમાં કલંક કરનાર ! હવે મારી દષ્ટિગોચર થયેલે તું ક્યાં જઈશ!
હવે જે તારામાં સત્વ હોય તે તું તારૂં પુરૂષ પ્રગટ કર !
જે આ હું તારા મસ્તકને છેદ કરુ છું.
એ પ્રમાણે રોષથી બોલતો ચિત્રગતિ પ્રચંડ તરવાર હાથમાં લઈ પોતાની બહેનને આપત્તિમાંથી મુક્ત કરવા માટે તે દુષ્ટની પાછળ આકાશ માર્ગે ચાલ્યો. વિમોહીની વિદ્યા
કનકપ્રભ વિદ્યાધર મધુર વચને વડે ચિત્રલેખાને. વિહિત કરતો છતો પોતાના નગર તરફ ચાલવા લાગ્યો.
આકાશગામી ચિત્રગતિ વિદ્યાધર પણ તેના માર્ગને અનુસરતે તેની પાસે જઈ પહોંચ્યા. ત્યારપછી વિમેહીની વિદ્યાવડે ચિત્રગતિને વિમૂઢ બનાવી કનકપ્રભ રાજા સુરનંદન નામે પોતાના નગરમાં પેશી ગયો. ચિત્રગતિની મૂઢતા
હવે તે વિમૂઢ બુદ્ધિવાળો ચિત્રગતિ ત્યાં બહારના ઉદ્યાનમાં કૌતુકને સ્વાધીન થઈ નીચે ઉતર્યો.