________________
૧૯૮
સુરસુંદરી ચરિત્ર વલનપ્રભુને પ્રશ્ન
તે સમયે જવલન પ્રત્યે પોતાના પૂજ્ય પિતા રૂપ શ્રી કેવલી ભગવાનને પ્રણામ કરી પૂછયું.
હે ભગવાન! હવે ફરીથી મારૂ રાજય મને મળશે કે કેમ ? - તે સાંભળી શ્રી કેવલી ભગવાન બાલ્યા કે, હે વિનીત તું રાજ્ય ભોક્તા થઈશ, એમાં સંદેહ નથી.
જવલનપ્રભ બે , હે ભગવનતે રાજ્યની પ્રાપ્તિ મને ક્યારે થશે?
કેવલજ્ઞાનવડે જાણ્યા છે સર્વભાવ જેમણે એવા શ્રી કેવલીભગવાન્ બોલ્યા.
હે ભદ્ર! ભાનુગતિએ આપેલી રોહિણી વિદ્યાને જયારે તું સિદ્ધ કરીશ; ત્યારે તું ફરીથી પણ વિદ્યાઘરોને અધિપતિ થઈશ. એમાં કોઈપણ સંદેહ નથી.
આ પ્રમાણે મુનીંદ્રનું વચન સાંભળી, અપૂર્વ હર્ષને ધારણ કરતે જ્વલનપ્રભ હસતે મુખે શ્રી કેવળીભગવાનને વંદન કરવા લાગ્યા.
સર્વે પરિષદના લોકો જેમ આવ્યા હતા, તેમ પોતપિતાના સ્થાનમાં ગયા.
ત્યાર પછી જ્વલનપ્રભ પણ ચિત્રગતિ સહિત પિતાના નગરમાં જલદી આવ્યો. ચિત્રગતિએ શ્રીકેવલીભગવાને કહેલું સર્વવૃત્તાંત પોતાના પિતાને કહી સંભળાવ્યું.