________________
૧૯૬
સુરસુંદરી ચરિત્ર - ઈષ્ટને વિયાગ અને અનિષ્ટની પ્રાપ્તિ સંબંધી અનેક દુખો વડે ઘણા ખરા લેકેનું યૌવન ચાલ્યું જાય છે.
જેની સીમા બહુ જ થોડી છે છતાં ચંચલ અને રેગ, શેક, જરા તેમજ વ્યાધિ જેમાં વિદનભૂત રહેલા છે એવા યૌવનમાં જેને પ્રતિબંધ કેટલો દ્રઢ થયા છે !
હૈ ભવ્ય પ્રાણીઓ ! તુચ્છ એવા વિષયને ઉપભોગ કરવાથી કુગતિનાં અનેક દુઃખ પ્રાપ્ત થાય છે. તેમજ તે વિષયો પરિણામમાં અતિ દારૂણ દુઃખ આપનાર નીવડે છે.
માટે તેવા અસાર વિષયમાં તમારે બીલકુલ રાગ. કરે નહિ. તેમજ તમારે પોતે જ તેઓને ત્યાગ કરવો. જેથી અનંત સુખ પ્રાપ્ત થાય છે.
બહુ લાંબા વખત સુધી વિષય રહી શકે છે, તે પણ તેમને નાશ તે અવશ્ય થવાને જ છે, તે પછી તેમના વિયોગમાં શો ભેદ રહ્યો ?
જે તેઓ સ્થિર હોય તે વિયાગ એ દુઃખરૂપ ગણાય, પરંતુ એ બાબત તે છે જ નહી. એમ સમજી મનુષ્ય પોતેજ તેમને શા માટે ત્યાગ કરતા નથી ?
તેઓ પોતાના સ્વતંત્રપણાથી મનુષ્યને ત્યાગ કરી જે ચાલ્યા જાય છે, તે કંઈ પણ મનને દુઃખદાયક થાય છે.
કદાચિત જે તે વિષયોને પિતે જ ત્યાગ કરે તે તેઓ અનંત શાંતિ સુખને આપે છે.