________________
૧૯૪
સુરસુંદરી ચરિત્ર ત્યાં મંદમંદ સંચાર કરતા સુકમળ પવન વડે કંપતા સુંદર પટલોના સમૂહને લીધે બહુ શોભાયમાન, તેમજ અનેક ભ્રમરીઓનાં ટોળાં વડે વાચાલિત થયેલાં અને રક્તપુ વડે દેખાવમાં લાલ કાંતિમય એવું એક અશોક વૃક્ષ તેમના જેવામાં આવ્યું. પ્રભંજન મુનિ
તે અશોકની નીચે સુવર્ણકમળની ઉપર બેઠેલા એક મુનિવરનાં તેમને દર્શન થયાં,
તે મુનીદ્રની આગળ તેમના ચરણકમલમાં અનેક વિદ્યાધર, નર, કિંમર અને દેવતાઓના સમુદાય બહુ પ્રેમથી નમન કરતા હતા, તેમજ સુરેદ્રો જેમની સ્તુતિ કરતા હતા અને ઉત્પન્ન થયું છે. શ્રી કેવલજ્ઞાન જેમને એવા તે મુનીંદ્રની પાસે તેઓ બન્ને ગયા.
જવલન પ્રત્યે તેમને ઓળખ્યા. અને તરતજ તે બોલ્યો.
આ તે તે મારા પિતા પ્રભંજન મુનીશ્વર છે. આ પ્રમાણે ચિત્રગતિને કહીને તેઓ બંને જણ આનંદમાં મગ્ન થયા છતાં ત્રણ પ્રદક્ષિણા દઈ હર્ષ વડે રોમાંચિત થઈને શ્રી કેવલી ભગવાનના ચરણ કમલમાં વિનયપૂર્વક પ્રણામ કરી ભૂમિ ઉપર બેઠા.
મનુષ્યોને વિનયગુણ મુખ્ય ગણાય છે. કારણ કે વિનયવાન પુરૂષ સર્વત્ર સુખી થાય છે.