________________
સુરસુંદરી ચરિત્ર
૧૯૩ ત્યાં બહુ આનંદથી નિવાસ કરતા એવા તે જ્વલનપ્રભના કેટલાક દિવસે વ્યતીત થયા.
એક દિવસે જ્વલનપ્રભ રાજા ચિત્રગતિ નામે પિતાના સાળાની સાથે તે નગરમાંથી બહાર ફરવા માટે નીકળ્યો.
સુંદર વૃક્ષોથી શોભતાં એવાં અનેક પ્રકારનાં ઉપવને જોતા જોતા તે બંને જણ આગળ ઉપર ચાલવા લાગ્યા.
કેઈક સ્થળે તેઓ ભારડ તથા ચક્રવાક પક્ષીઓથી સુશોભિત અને નિર્મળ જળથી ભરેલી એવી દીધિકાઓના વૃંદને તેઓ જેવા લાગ્યા.
અનેક વિદ્યાધરોનાં જોડલાં જ્યાં વિલાસ કરે છે એવાં સુંદર કદલીગૃહેથી વિરાજીત, તેમજ ચારે તરફ ઉજવલ કાંતિઓ જેમની પ્રસરી રહી છે તેવાં અનેક પ્રકારનાં ગિરીન્દ્રનાં શિખરોને જોઈ તેઓ આનંદ માનવા લાગ્યા.
એમ અનેક પ્રકારની શેભાઓના અવલોકનમાં આસક્ત થયેલા તેઓ બંને જણ કૌતુતિ થઈને અતિ મધુર નાદવાળી કેયલોના મનહર કૈલાહલ વડે બહુ રમણીય, સર્વત્ર પરિભ્રમણ કરતા ભમરાઓના વિશાલ ગુંજારવને લીધે બહુજ પ્રેમને ઉત્પન્ન કરવામાં અદ્વિતીય અને બહુ ફલના ભારથી નમી ગયેલા વિવિધ વૃક્ષોના સમૂહથી હંમેશા વ્યાપ્ત એવા એક વન નિકુંજમાં ગયા. ૧૩