________________
સુરસુંદરી ચરિત્ર
૧૯૭ હે ભવ્ય પ્રાણીઓ ! આ સંસારસમુદ્રમાં વિપરીતપણથી જે કંઈ સારભૂત તમને દેખાય છે, તે પણ સેંકડે દુઃખને હેતુ થાય છે. એમ જાણે શ્રીજિનેંદ્રભગવાને કહેલા ધર્મને વિષે તમે ઉક્ત થાઓ.
આ અનાદિ અનંત ભવરૂપી સમુદ્રમાં અનેક વાર પરિભ્રમણ કરતાં બહુ પુણ્યોગને લીધે અપૂર્વ એવી આ દુર્લભ ધર્મ સામગ્રી પ્રાપ્ત થઈ છે. તેને તમે નિષ્કલ ન કરો.
કારણ કે, ચોરાશી લાખ જીવા યોનિથી વ્યાપ્ત એવા આ સંસારમાં ફરીથી આ મનુષ્યભવ આદિક સામગ્રી મળવી બહુ દુર્લભ છે. વળી આ દુરંત ભવસાગરમાં પરિભ્રમણ કરતા લોકેનું શ્રીજનધર્મ સિવાય અન્ય કે રક્ષણ નથી.
માટે હે ભવ્યાત્માઓ! શ્રીનિંદ્રભગવાને કહેલા દીક્ષા વ્રતને તમે ગ્રહણ કરે ! તેમજ સર્વ સુખમય એવા સંયમનું આરાધન કરો. વળી આ સંસારનો ત્યાગ કરી ઉત્તમ એવા સિદ્ધિ સુખને પ્રાપ્ત કરે.
એમ શ્રીકેવલીભગવાને પ્રરૂપેલી દેશનારૂપી અમૃતનું પાન કરીને કેટલાક ભવ્ય જીવોએ દીક્ષા ગ્રહણ કરી, તેમજ સર્વ વિરતિ પાળવામાં અશક્ત એવા કેટલાક જાએ શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. અન્ય પુરૂએ સમ્યક્ત્વવતને સ્વીકાર કર્યો.