________________
૧૯૯
સુરસુંદરી ચરિત્ર હિણુવિદ્યા
ત્યાર પછી ભાનુગતિએ શ્રેષ્ઠ નક્ષત્ર જોઈ પિતાના જમાઈ અને પુત્ર એ બન્નેને એક સાથે રેસહિણી વિદ્યા આપી અને વિશેષમાં તેણે કહ્યું.
છ માસ સુધી વસ્તિમાં તમારે બન્ને જણે સાથે રહીને કરજાપના વિધાનથી સમ્યક્ પ્રકારે આ વિદ્યાની સેવા કરવી.
ત્યાર પછી અટવમાં રહીને એકેક જણાએ બહુ કઠિન એવી તેની ઉત્તર સેવા કરવી, અને તે ઉત્તર સેવાના સમયે એકબીજાને પરસ્પર ઉત્તર સાધક થવું.
સાધનાના સમયે મહા ભયંકર ઉપસર્ગો આવી પડે તે પણ તમારે મનને નિર્ભય રાખવું, એમ કરતાં જ્યારે સાતમે માસ પૂર્ણ થશે, ત્યારે તે વિદ્યાદેવી તમને દર્શન આપશે.
આ પ્રમાણે રાજાનું વચન સાંભળી તે બંને જણ રાજાને પ્રણામ કરી પોતાના સ્થાનમાં ગયા.
છ માસ જ્યાં સુધી પૂર્ણ થાય ત્યાં સુધી નિશ્ચય કરી વિદ્યા સાધવાનો તેઓ બંને જણે પ્રારંભ કર્યો. અનુક્રમે છ માસ પૂર્ણ થયા.
ત્યારપછી ઉત્તર સેવાનો સમય આવ્યો, એટલે સાતમા માસના પ્રારંભમાં તે બંને જણ અરણ્યમાં ગયા.
સર્વ વિધિને જવલન પ્રત્યે પ્રથમ પ્રારંભ કર્યો,