________________
૧૮૮
સુરસુંદરી ચરિત્ર
કારણ કે, તેની ઉપર રાજા વિગેરેને સતત ભય રહે છે.
શાસ્ત્રને અભ્યાસ અથવા શ્રવણ કરવાથી ઉત્તમ પ્રકારનું જ્ઞાન મળે છે. પરંતુ તેમાં પણ વિતંડાવાદને - ભય હોય છે.
રૂપ અને સૌંદર્ય દેવગે કેટલાક જનેને પ્રાપ્ત થાય છે, પણ અવસ્થાતરના ભેદે કરીને તે રહી શકતું નથી. અર્થાત્ તેમાં જરા દેવીને ભય રહે છે.
કેટલાક સ્વધર્મની અપેક્ષાએ મૌન રાખી પિતાની પ્રવૃત્તિ કર્યા કરે છે, પરંતુ તેમાં દીનતાને ભય જાગ્રતુ રહે છે. અર્થાત્ તે દીનપણને લીધે છોડવું પડે છે.
કેઈપણ સુભટ એમ જાણે કે મારા સરખે કઈ પરાક્રમી નથી, પરંતુ તે નિર્ભય નથી, તેની ઉપર શત્રુને ભય કાયમ રહે છે. | સર્વાગ સુંદર એવી આ શરીરની આકૃતિ જોઈને કેટલાક મુગ્ધજને જાણે છે કે, આ દેહનગરી અચલ રહેશે, પરંતુ તેની ઉપર નિરંતર મૃત્યુ સુભટ તલપ મારી રહ્યો છે, માટે તે નિર્ભય કેમ કહેવાય ?
આ પ્રમાણે દરેક પદાર્થો આ દુનિયામાં ભયયુક્ત છે અર્થાત્ અસ્થિર છે.
માત્ર પુરૂષોને હિતકારક એ વૈરાગ્યભાવ જ નિર્ભય છે.