________________
૧૮૬
સુરસુંદરી ચરિત્ર તેઓને ગૃહાવાસ બહુ સારી રીતે સુધરે છે.
ગુણ અને રૂપ વડે જેઓ સમાન ભાવવાળા હોય, ધારણ વિષયમાં સમાન પ્રકૃતિ જેમની હેય. સમાનકુલમાં જેઓ ઉત્પન્ન થયેલાં હેય. તેવાં સ્ત્રી-પુરૂષનાં જોડલાં સુખેથી વિલાસ કરે છે..
ત્યાર પછી તે જવલનપ્રભ રાજા સુરનંદન નગરની અંદર તેણીને લઈ ગયે.
પ્રેમાળ સ્વભાવવાળી તે ચિત્રલેખાની સાથે ઉત્તમ પ્રકારે વિષયભોગને અનુભવ કરતો જવલનપ્રભ રાજા દેવલેકમાં દેવની માફક આનંદપૂર્વક વિલાસ કરવા લાગ્યો.. પ્રભંજન રાજ
એક દિવસ વિદ્યાધરોના અધિપતિ પ્રભંજન રાજા. આકાશમાં ચંદ્ર સમાન ઉજવલ અને દેવના મંદિર સમાન. ગૌરકાંતિને ધારણ કરતા એક પ્રાસાદને જોઈ વિચાર કરવા લાગ્યું.
અહો ! આ કેવો સુંદર પ્રાસાદ દીપી રહ્યો છે.. એની આકૃતિ પ્રમાણે બહુ મજાને એક જિનપ્રાસાદ હ બંધાવું.
પિતાના મનમાં એમ નિશ્ચય કરી ઉભે થઈને મણિમય ભૂમિમાં તે પ્રાસાદની આકૃતિ ચિતરવા માટે જેટલામાં તે પ્રવૃત્ત થાય છે, તેટલામાં એકદમ પવનના આઘાતથી હણાયેલ મેઘનું તે વાદળું સર્વથા વિખરાઈ