________________
સુરસુંદરી ચરિત્ર ' ૧૮૫ ઉત્તમ વશમાં જન્મેલી અને સૌભાગ્યાદિ ગુણેના આવાસભૂત કલહંસીકા તથા મંજુષા નામે તેને બે સ્ત્રીઓ છે. તેઓ બન્નેનું સમસ્ત અંતઃપુરમાં પ્રધાનપણું છે. જવલાપ્રભ અને કનકપ્રભ
તે બંનેની સાથે ભેગવિલાસ કરતાં પ્રભંજન રાજાને કેટલોક સમય વ્યતીત થયે, પછી કલહંસિકાને એક પુત્ર થયો. તેનું જવલનપ્રભ નામ પાડયું, તેમજ મંજુષાને પણ એક પુત્ર થયો, તે લઘુ પુત્રનું કનકપ્રભ નામ સ્થાપન કર્યું.
હવે પોતાના બંધનું તે વચન બંધુસુંદરી દેવીના સ્મરણમાં રહ્યા કરે છે પોતાની પુત્રી ચિત્રલેખા પણ યૌવન અવસ્થામાં આવી પહોંચી.
તેને પરણાવવા લાયક જેઈ બંધુસુંદરીએ પણ પિતાના પતિ ભાનુગતિ તે પોતાના ભાઈનું વચન સવિસ્તર કહી સંભળાવ્યું.
ત્યાર પછી ભાનુમતિ રાજાએ પોતાની પુત્રી તે ચિત્રલેખાને, રૂપમાં બહુ તેજસ્વી એવા પ્રભજનના જયેષ્ઠ પુત્ર જવલનપ્રભની સાથે પરણાવી.
તેણે પણ પિતાને યોગ્ય જાણે પ્રીતિપૂર્વક તેણીને સ્વીકાર કર્યો.
સ્ત્રી અને પુરૂષનું બેડલું. જે સમાન હોય તે