________________
૧૮૪
સુરસુંદરી ચરિત્ર ભોજન, વસ્ત્ર, દ્રવ્ય કે સ્થાન વિગેરેની કઈ પણ ચિતા બીલકુલ રહેતી નથી,
ઉત્કૃષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
લોકે બહુ પૂજ્ય ભાવથી ચારિત્રવાન સાધુઓની ભક્તિ કરે છે.
શાંતિસુખમાં બહુ પ્રીતિ રહે છે.
આલોકમાં ઉત્તમ સુખસાધન મેળવીને દેહાંતમાં મેક્ષાદિકની પ્રાપ્તિ થાય છે. | માટે હે ભવ્ય પ્રાણીઓ! ચારિત્રમાં આ સર્વગુણ રહેલા છે, એમ સમજી સદ્દબુદ્ધિને ઉપયોગ કરો કરો ? અને ઉત્તમ ચારિત્ર પાળવામાં હંમેશાં યત્ન કરે? જેથી ઉભય લેકનું કાર્ય સિદ્ધ થાય. જુઓ ! હરિશ્ચંદ્ર મુનિરાજ ચારિત્રના પ્રભાવથી અંતકૃત કેવળી થયા. પ્રભંજન રાજા
બહુ પ્રતાપી પ્રભજન પણ વિદ્યાધરોના અધિપતિ થયે.
હંમેશાં પ્રમાદરહિત પોતે નીતિપૂર્વક રાજ્ય ચલાવે છે.
નિઃશંક થઈ પિતાએ આપેલા રાજ્યના અભ્યદયમાં જ નિરંતર પ્રેમ ધરાવે છે.
મિત્ર અને શત્રુ તરફ નીતિને ભંગ કરતો નથી.
કઈ પણ વ્યસનીને પોતાના રાજ્યમાં સ્થાન આપતો નથી,
પક્ષપાતરહિત સ્વપરને સૌમ્ય દષ્ટિથી જુએ છે.