________________
૧૮૨
સુરસુંદરી ચરિત્ર રૂ૫ અને સૌભાગ્યમાં કામદેવ સમાન તેમજ તે પ્રમદા જનના હૃદયને અતી આનંદ આપવામાં અગ્રણી એવા તે ભાનગતિ વિદ્યાધરેંદ્રને હરિશ્ચંદ્ર વિદ્યારે પિતાની બંધુસુંદરી નામે કન્યાને બહુ પ્રીતિપૂર્વક ઘણું મેટા ઉત્સવ સાથે પરણાવી.
ભાનુગતિએ પણ ઉત્તમ રૂપ, ગુણ અને શીલથી વિભૂષિત જાણી તેનો સ્વીકાર કર્યો.
ત્યારપછી તેણની સાથે બહુ પ્રેમપૂર્વક પાંચ પ્રકારના વિષય સુખને અનુભવતા તેમજ પિતાના રાજ્યનું પાલન કરતા, તે ચરેદ્રના દિવસે આનંદપૂર્વક વ્યતીત થવા લાગ્યા.
એમ અનુક્રમે કેટલોક સમય વ્યતીત થતાં તેણીને એક પુત્રી ઉત્પન્ન થઈ.
જેના શરીરની કાંતિને લીધે આજુબાજુના દિગ. વિભાગો પ્રકાશિત થઈ ગયા અને ઉચિત સમયે ચિત્રલેખા એવું તેનું નામ પાડયું.
ત્યારપછી તે દેવીએ અતિ સુંદર સ્વપ્નથી સૂચિત એવા એક ઉત્તમ અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો.
માતાપિતાએ મહોત્સવ પૂર્વક ઉત્તમ તિથિ, વાર, નક્ષત્ર અને એગ્ય સમયમાં ચિત્રગતિ એવું નામ પાડયું. સુમુખચારણુ શ્રમણ
હરિશ્ચંદ રાજા પણ સુમુખ નામે ચારણ મુનિના ચરણકમલમાં સિદ્ધ સુખના દ્વારભૂત, સંસારસમુદ્રમાં