________________
૬૮ ૦
સુરસુંદરી ચરિત્ર અખંડિત પ્રતાપને ધારણ કરતો,
મોમન વરી રૂપી હસ્તીઓને ભેદવામાં સિંહના બાલ સમાન,
દિગંતમાં પ્રસરી ગઈ છે વિમલ કીતિ જેની
વિદ્યાધરોમાં સુપ્રસિદ્ધ એ હરિશ્ચક નામે વિદ્યાધરેંદ્ર રહે છે.
કમલ સમાન મુખવાળી, નીલકમલના પત્ર સમાન મનહર નેત્રવાળી, કમલના મધ્ય ભાગ સમાન સ્નિગ્ધ છે શરીરની કાંતિ જેની એવી રનવતી નામે તેની સ્ત્રી છે.
વળી તે સ્ત્રી સમગ્ર અંતઃપુરમાં પ્રધાનપણે રહેલી છે. પિતાના પ્રાણથી પણ પ્રિય એવી તે દેવી સાથે ધર્મ, અર્થ અને કામમાં સારભૂત એવા વિષય સુખને અનુભવતાં તે વિદ્યાધરેંદ્રના કેટલાક દિવસ વ્યતીત થયા. પ્રભંજન અને બંધુસુંદરી
ત્યારપછી રનવતીને દેવ કુમાર સમાન તેજસ્વી કુમાર ઉત્પન્ન થયો.
ઉચિત સમયે માતા પિતાએ પ્રભંજન એવું તેનું નામ પાડયું.
તેમજ અદ્વિતીય છે રૂ૫ અને લાવણ્ય જેનું એવી બંધુસુંદરી નામે તેણીને એક પુત્રી થઈ.
અનુક્રમે તેઓ બને નવીન યૌવન અવસ્થાને પામ્યાં. કેઈએક દિવસે તેઓ બન્ને જણ પરસ્પર પ્રેમને