________________
૧૭૮
સુરસુંદરી ચરિત્ર પછી હે સુપ્રતિષ્ઠ ! તે વાત સાંભળી તેણે મને કહ્યું, હે ભદ્ર! માત્ર યુવતીને માટે ઉત્તમ પુરૂએ આ પ્રમાણે પ્રવૃત્તિ કરવી ઉચિત નથી, તેમાં પણ નીતિશાસ્ત્રમાં કુશલ એવા તારે તો વિશેષ કરીને આવું કાર્ય સર્વથા ન કરવું જોઈએ.
કારણ કે, જીવતા પુરૂષ સેંકડે શુભ કાર્યોના ભોક્તા થાય છે. જીવતે માણસ સેંકડે ભદ્ર જોઈ શકે છે.
વળી હે સુભગ ! તું ધન્યવાદને લાયક છે. કારણ કે, તમે બન્ને જણ તો પરસ્પર એકબીજાની વાર્તા અન્ય દ્વારા સાંભળી શકે છે.
તેમજ દેવવાણ થયેલી છે, જેથી તેણુના સમાગમની આશા પણ બંધાયેલી છે.
વળી અને અન્ય ભાવને સૂચવનાર એવા એક નગરમાં તમારા બંનેને નિવાસ છે. તો પછી શા માટે તું આટલો બધે શોક કરે છે ?
ધન્યવાન અને પુણ્યવાન પણ તું છે. વળી પુણ્ય હીન તે ખરેખર હું જ છું કે, તેણુનું દર્શન તે દૂર રહ્યું, પરંતુ દર્શનની આશા પણ દુર્લભ થઈ પડી છે. તો પણ હું પ્રાણ ધારણ કરું છું. તારી જેમ કંટાળતું નથી.
વળી હે ભદ્ર! તમારે વાર્તાલાપને સંબંધ કેમ પરંપરાએ વિદ્યમાન છે, તે પછી તારું દુઃખ શા હિસાબમાં છે? અને હું તે મારી મને ભીષ્ટ સ્ત્રીના સ્થાનાદિકની પ્રવૃત્તિને પણ જાણતો નથી. તે મને કેટલું બધું દુઃખ થતું હશે ?