________________
૧૭૬
સુરસુંદરી ચરિત્ર હે મહાશય ! તું કોણ છે? તારા પિતાનું નામ શું?
તું કયાંથી આવ્યું છે? ગળે પાશ નાખવાનું તારે શું કારણ ?
હે સુંદર ! તું ગાઢ શેકમાં શાથી આવી પડે છે? નિરંતર ભારે અથુપાત શા માટે કરે છે?
આ પ્રમાણે તેનાં વાક્ય સાંભળીને પ્રથમ તે મેં મેટા નિશ્વાસ મૂકયા, પછી મેં કહ્યું.
હે સુતનુ ! વૃથા આ વાર્તા કહેવાથી શું ફલ ? જેના કહેવાથી કંઈપણ ગુણ થાય તે તે કહેવું યોગ્ય ગણાય. અન્યથા ફતરાં ખાંડવાની જેમ કહેવાથી કંઈપણ ફલ નથી.
બધિરની આગળ વાર્તાલાપ કરવો તે વૃથા છે. પાણી વલોવવું તે પણ અર્થ વગરનું છે.
અશક્ય એવી કોઈપણ વાર્તા પિતાને ઇષ્ટ હોય, પરંતુ તે અન્યની આગળ નિરર્થક વ્યક્ત કરવી તે ફતરાઓને ખાંડવા સમાન નિષ્ફલ થાય છે.
હે મહાશય ! પોતાનું કાર્ય પ્રાયે નાશ પામ્યા પછી તે કહેવાથી પણ તેને નિવારક કેણ થઈ શકે !
પાણી ગયા પછી પાળ બાંધવી એથી શે ગુણ થાય ? અર્થાત્ શ્રમ સિવાય અન્ય કંઈપણ ફલ નથી.
મરણ થયા બાદ મનુષ્યને સુધામય અંબુપાન કરાવવું શા કામનું ?