________________
સુરસુંદરી ચરિત્ર
અહે ! સજ્જન પુરુષા નિરપેક્ષ બુદ્ધિએ કેવા ઉપકાર કરે છે? આ દુનિયામાં આવા સત્પુરૂષો બહુ વિરલા હાય છે.
-૧૭૪
આ દુનિયામાં સંગ્રામની અંદર જય મેળવનાર શૂરવીર પુરૂષષ હજારા વિદ્યમાન છે.
તેમજ દરેક સ્થળે વિવિધ વિદ્યાએના જાણકાર સે‘કડા પુરૂષા ષ્ટિગોચર થાય છે.
વળી ઋદ્ધિમાં કુબેર સમાન અથવા તેથી અધિક પણ લક્ષ્મીવાન્ પુરૂષા આ સૃષ્ટિમાં ઘણા જોવામાં આવે છે.
પરંતુ દુઃખથી પીડાયેલા અન્ય માનવને સાંભળીને અથવા જોઇને જેમનું મન તદાકાર થઇ જાય તેવા સત્પુરૂષા આ જગતમાં પાંચ કે છ જોવામાં આવે છે. અર્થાત્ મહુ ચાડા હાય છે.
',
વળી ફરીથી તે સત્પુરૂષે પવનાદિક અનેક પ્રકારના બહુ શીતલ ઉપચાર કર્યા, તેથી મારી કેટલીક વેદના શાંત થઈ.
ત્યારપછી ક્ષણુ માત્રમાં હું સાવધાન થઈ ગયા અને મારાં નેત્ર ઉઘડી ગયાં.
તે સમયે ત્યાં બેઠેલા ઉત્તમ સંસ્થાનવાળા અને ભરયુવાવસ્થાને શેાભાવતા સાક્ષાત્ કામદેવ સમાન એક ભવ્ય પુરૂષ મારા જોવામાં આવ્યેા.
તે પુરૂષે મને કહ્યું, હું ભદ્રે ! હવે આપને કયાં પીડા થાય છે ? મેં મારા કઢ ખતાન્યા, ત્યારે તેણે મનાદિક ઉપચાર વડે મારા કઠની પીડા પણ દૂર કરી.