________________
૧૭૫
સુરસુંદરી ચરિત્ર મારી સર્વ પીડાઓ દૂર થવાથી હું સાવધાન થયે.
પરંતુ વિરહાનલની પીડાથી મારાં અંગો બળતાં હતાં, મુખમાંથી મેટા શ્વાસ ચાલતા હતા અને વિરહ સંબંધી ખેદને લીધે મારું હૃદય બહુ વ્યાકુલ હતું. પુરુષને ઉપદેશ
વિરહ દુઃખને લીધે મુખની કાંતિ બહુ જ ઝાંખી થયેલી અને નેત્રોમાંથી અશ્રુધારા ચાલુ હતી. તેમજ હસ્તતલમાં લમણાનો ભાગ સ્થાપન કરી શૂન્યની માફક મને બેઠેલા જોઈ તે દયાલુ પુરૂષ છે .
હે સુંદર ! તારા સરખા ઉત્તમ પુરૂષને કુગતિના દ્વારભૂત અને અધમ પુરૂષોએ આચરેલ એ આત્મવધ કરે ઉચિત નથી. કારણ કે, ઉત્તમપુરૂષો આપત્કાલમાં વ્યાકુલ થતા નથી.
વિપતકાળમાં ધર્ય રાખવું. અભ્યદના સમયે ક્ષમા રાખવી. સભાની અંદર બોલવામાં દક્ષતા રાખવી. રણસંગ્રામમાં પરાક્રમની બુદ્ધિ રાખવી. ઈચ્છા રાખવી હોય તો માત્ર યશ મેળવવાની રાખવી. ધર્મશાસ્ત્રના શ્રવણનું જ વ્યસન રાખવું.
આ સઘળી પ્રવૃત્તિઓ મહાત્માઓને સ્વભાવ સિદ્ધ હોય છે.