________________
સુરસુ દરી ચરિત્ર
૧૭૯
ત્યાર પછી મે તેને કહ્યું.
હે મહાશય ! પ્રથમ તમે તમારૂં વૃત્તાંત મને કહેા; તમે પેાતાની સ્ત્રીનું સ્થાન પણ કેમ જાણતા નથી ? તમે ક્રયા નગરમાં રહેા છે ? અને શા માટે અહી' આવ્યા છે!? ત્યારપછી તે ખેલ્યા. હું ભદ્રે ! એકાગ્ર મન કરી મારૂં વૃત્તાંત તું સાંભળ.
અનેક વિદ્યાધરાના નગરાથી વિરાજીત એવા આ ચૈતાઢય પર્યંતમાં ઉત્તરશ્રેણી છે, ત્યાં સુરનંદન નામે ઉત્તમ નગર છે. તે નગરમાં ત્રિક–(ત્રણ,) ચતુષ્ક (ચાર) રસ્તાએના સચાગ અનેક સ્થલે શાલે છે.
તેમજ અનેક પુષ્પ વાટિકાઓ જેની આસપાસ સુગધી આપી રહી છે.
કિલ્લાની વિશાલતા અદ્દભુત પ્રકારની દીપી રહી છે અને શૈાભામાં તે ઇંદ્રપુરી સમાન આનંદ આપે છે. હરિશ્ચ' વિદ્યાધરેદ્ર
આ સુરનંદન નગરમાં સ્વાધીન છે સમગ્ર વિદ્યાએ જેને તેમજ સવે વિદ્યાધરાના સમુદાય જેના ચરણ કમળમાં પ્રણામ કરે છે.
પરાજય કરનાર,
કમલની પાંખડી સમાન ભવ્ય છે નેત્રા જેનાં, સમસ્ત જનાનાં નેત્ર અને હૃદયને આનંદ આપનાર, અદ્ભુત પરાક્રમ વડે શત્રુઓના પરાજય કરનાર, સૂર્યાંની માફક તેજસ્વી પુરૂષાના સમગ્ર તેજના