________________
સુરસુંદરી ચરિત્ર
૧૮૧ ધારણ કરતાં એક સ્થાનમાં એકાંત જગાએ એકઠાં થઈ બેઠાં હતાં. તેવામાં એક બીજાની સાથે વાર્તાલાપ થયો.
અવસર જાણી પ્રભંજન બેલ્યો.
હે બહેન ! આપણી આવી અપૂર્વ પ્રીતિ બંધાઈ છે; તે જોઈ મને બહુ આનંદ થાય છે.
પરંતુ ભવિષ્યમાં પણ તે પ્રીતિ તેવીને તેવી વૃદ્ધિ પામતી રહે તેમ મારી ઈચ્છા છે.
માટે તારે પ્રથમ જે પુત્ર અથવા પુત્રી થાય તે મારા પુત્ર અથવા પુત્રીને આપવાં અને મારે જે પ્રથમ થશે તે તારા પુત્રને અથવા પુત્રીને આપીશ.
આ પ્રમાણે પરસ્પર સ બંધ કરવાથી આપણે સ્નેહ ઘણું કાલ સુધી સારી રીતે જાગ્રત રહેશે.
તે સાંભળી સહેદરના અતિશય સ્નેહમાં મગ્ન થયેલી બંધુસુંદરીએ તે પ્રમાણે પોતાના ભાઈનું વચન માન્ય કર્યું. ચિત્રલેખા
વિતાઢય પર્વતમાં ઉત્તર શ્રેણી છે, તેમાં સર્વઋતુ સંબંધી અનેક ફલ પુછપથી વિરાજીત, નાના પ્રકારનાં વૃક્ષેના સમુદાય વડે સુશોભિત, ચમરચચા નામે નગરી છે.
તે નગરીમાં ભાનગતિ નામે ચદ્ર રહે છે, જેના પરકમના શ્રવણ માત્રથી વિરીઓ ગુહાઓના આશ્રય લઈ સૂર્યના પ્રકાશમાં ઘુવડની જેમ ગુપ્ત વૃત્તિને પાલન કરે છે;