________________
સુરસુંદરી ચરિત્ર
૧૮૩ યાનપાત્ર સમાન, પરમશાંતિનું મૂલકારણ એવા અતિ પવિત્ર શ્રી જનધર્મને સાંભળીને,
સંસાર વાસથી ભયભીત થઈ ગયો. અને વિષયભેગને વિષસમાન ગણવા લાગ્યો,
અરે? આ ગૃહાવાસ એજ કારાગૃહ છે, એમ જાણીને તે રાજા રાજ્ય વ્યાપારથી ઉદ્વિગ્ન થયો.
અને પોતાના પુત્ર પ્રભજનને રાજ્યમાં સ્થાપન કરીને પોતે ગુરુ મહારાજના ચરણમાં સર્વ નિવૃત્તિના કારણભૂત એવું ચારિત્રગ્રત અંગીકાર કર્યું.
અનુક્રમે તે હરિશ્ચંદ્રમુનિ સુમુખ ચારણમુનિની પાસે નિરવદ્ય ચારિત્ર પાલવા લાગ્યા અને દ્વાદશાંગી વિગેરે શાસ્ત્રોને અભ્યાસ કર્યા બાદ ગીતાર્થ થયા.
ઉત્તમ ચારિત્રના પ્રભાવથી કર્મ જાળને ખપાવી અંતન કેવલી થયા.
અહે ! ચારિત્રનો પ્રભાવ કેવો છે? નિર્મલ જ્ઞાનદિક ગુણે જેના આધીન થાય છે, એટલું જ નહીં પણ શાશ્વતસુખ પણ તેનાથી જ પ્રાપ્ત થાય છે. કહ્યું છે.
જે ચારિત્રને સદભાવપૂર્વક પાલન કરવાથી અસત્ કર્મોને ક્ષય કરવા પ્રયાસ કરવો પડતો નથી.
મલીન સ્વભાવવાળી યુવતિ, પુત્ર અને સ્વામીનાં કટુ વાકયેના દુઃખને સહન કરવાનો પ્રસંગ આવતું નથી.
ચારિત્રની મહત્તાને લઈને નૃપાદિકને પ્રણામ કરો પડતું નથી.