________________
સુરસુંદરી ચરિત્ર
૧૮૭* ગયું અને ક્ષણમાત્રમાં શ્યામ આકાશમંડલને દેખાવ જોઈ પોતે હદયની અંદર વિચાર કરવા લાગ્યો.
આ વાદળની માફક પુરૂષેની સંપદાઓ અસ્થિર છે. જેમ આ વાદળને ખંડ ક્ષણમાત્ર જોવામાં આવ્યો અને ક્ષણમાત્રમાં નષ્ટ પણ થઈ ગયો.
તેમ સર્વે પદાર્થો પ્રાણીઓને ક્ષણ માત્ર આનંદ આપનાર થાય છે.
વળી રૂપ, કવિત, યૌવન અને સર્વ પ્રકારના બંધુઓના સંબંધ પણ એ પ્રમાણે અનિત્ય છે.
આ સંસારવાસને ધિક્કાર છે.
બાલ્યાવસ્થામાં જે રૂપ હોય છે તે યૌવનમાં અને જે યૌવનમાં હોય છે, તે વૃદ્ધાવસ્થામાં હોતું નથી. અર્થાત્ ઉત્તરોત્તર નવીનતાને પામે છે, એમાં સંદેહ નથી.
કહ્યું છે કે
કઈ પણ વસ્તુ એવી નથી કે, સદૈવ નિર્ભયપણે. એકરૂપે રહી શકે !
જેમ કે, ભોગની અંદર રોગોને ભય રહ્યો છે. પિતાના કુળની સ્થિતિ બહુ ઉત્તમ પ્રકારની હોય. છે, પરંતુ તેમાં પણ અવનતિનો ભય રહે છે.
અનેક પ્રયત્નથી ભાગ્યવાનું પુરૂ દ્રવ્ય મેળવી શકે છે, પરંતુ તેને સદુપયોગ કરે તે ભાગ્યે જ બની શકે છે..