________________
૮૦
સુરસુંદરી ચરિત્ર કરતા, અસાધારણ ક્રોધના આવેશથી કુંફાડા મારતા એવા અનેક સર્પો વડે ચારે તરફ વીંટાયેલો એક દિવ્ય પુરૂષ મારી નજરે પડય.
અતિ દુસહ વેદનાને લીધે વારંવાર મંદ સ્વરે હુંકારા કરતે અને કંઠ સુધી સર્ષોથી વેષ્ટિત તે પુરૂષને જોઈ હું બે , અરે ! આવા ભવ્ય પુરૂષને અસહ્ય અને અકથ્ય દુઃખ આપતાં દુષ્ટ દૈવને કંઈપણ વિચાર નહીં આવ્યો ?
' અરે વિચાર વિનાના આ દેવના કર્તવ્યને ધિક્કાર છે. વિગેરે હું વિલાપ કરતું હતું, તેટલામાં તેણે મને કહ્યું કે, ભાઈ! આ તારા વિલાપ વડે સર્યું, પ્રથમ તું મારું એક વચન સાંભળ. દીવ્ય મણિપ્રભાવ.
મારા મસ્તકમાં બાંધેલો મહાતેજસ્વી, સર્પોના સમુદાયને દૂર કરનાર અને અન્ય મણિઓમાં ઉત્તમ ખ્યાતિ પામેલે એ આ એક દીવ્યમણિ છે.
જેના પ્રભાવથી આ સર્પે દંશ કરવાને બહુ આતુરઃ છે, છતાં પણ તેઓ દંશ કરવા શક્તિમાન થતા નથી.. તેમજ પ્રચંડ વિષવાળા એવા આ સર્પો પણ બદ્ધમુખની જેમ પોતાનું કાર્ય કરવા નિરૂપાય છે. | માટે તે ઉત્તમ મણિ લઈને તેને તું પાણીમાં નાખ. અને તે જળ વડે મારા અંગે લાગેલા સર્વ સર્પોને સિંચન કર.