________________
સુરસુંદરી ચરિત્ર
૧૨૪
આ પ્રમાણે સૂર્યોદયને પ્રભાવ મારા જાણવામાં આવ્યો કે, તરત જ હું પણ શયનમાંથી બેઠો થયો અને પ્રભાતનાં કાર્ય કરવા લાગ્યો.
વળી હે સુપ્રતિષ્ઠ! તે દયિતાનું હવે મને દર્શન થશે, એમ જાણી મારા હકયમાં અનન્ય હર્ષ થયે. વાઘનાદ
મારા મામાને પુત્ર ભાનવેગ મારી પાસે આવ્યા અને હસતે મુખે મને કહેવા લાગ્યા, આમ્રલતાના કહેવા પ્રમાણે તું ઉદ્યાનમાં જા.
તે સાંભળી મારા હૃદયમાં બહુ આનંદ થયે અને મેં તેને કહ્યું, ભાઈ! હું જાઉં છું, એમ કહી તત્કાલ ઉચિત એવું કાર્ય કરવાને હું પ્રારંભ કરતા હતા, તેવામાં માંગલિક વાજીત્રની ગંભીર ગર્જના મારા સાંભળવામાં આવી.
તે સાંભળતાં જ મારા હૃદયમાં એકદમ આઘાત થયો અને બહુ ગભરાટમાં હું પડી ગયે. - મેં ભાતુવેગને પૂછયું, ભાઈ ! આ વાજીંત્ર કયાં વાગે છે ?
ભાનુગ છે. હું પણ એનું બરાબર કારણ જાણતું નથી, પરંતુ અમિતગતિના ઘેર આ વાજીંત્રને નાદ થતો હોય તેમ લાગે છે. - ત્યારબાદ મેં વિચાર કર્યો, રાત્રીને સમય બહુ કષ્ટથી વ્યતીત કર્યો. હવે પ્રિયાના સમાગમને સમય