________________
સુરસુંદરી ચરિત્ર
૧૬૫ વળી કંઈક સાધારણ અર્થ જાણું છું, તે પણ તું સાંભળ. કેઈપણ પુરૂષે ઉપાય વડે તે પુષ્પમાલા તને પાછી આપી, તેમ તે કનકમાલા પણ પુનઃ તને પ્રાપ્ત થશે.
તે માલા તારા હાથમાંથી પડી ગઈ, તે ઉપરથી તે કનકમાલા બહુ દુર્ધર એવી આપત્તિને પામશે. તેમજ તે આપત્તિથી કેઈપણ પુરૂષ તેનું સંરક્ષણ કરી પુનઃ તારી પાસે લાવી મૂકશે. | માટે તે સ્વપ્નને પરિણામ બહુ સારો છે. એમ મેં નિશ્ચય કર્યો છે.
તે સાંભળી મેં તેને કહ્યું.
હે સુભગ ! આપે જે નિશ્ચય કર્યો છે, તે બરોબર છે. કારણ કે આ અર્થ ઘટે છે, પરંતુ આ લાભ સિદ્ધ થે એ ઘણે જ દુર્ઘટ છે.
તે સાંભળી ભાનવેગ બેલ્યો.
હે મહાનુભાવ! જે દેવ અનુકુલ હોય તો આ લેકની અંદર એવી કોઈ પણ વસ્તુ નથી, કે જે પ્રાપ્ત ન થઈ શકે ? એમ મારું માનવું છે. લગ્નદિવસ
| હે સુપ્રતિષ્ઠ! આ પ્રમાણે પ્રતિદિન તેની સ્થાના વિનોદને લીધે તેની પ્રાપ્તિની આશા વડે કેટલાક દિવસો મારા ચાલ્યા ગયા.
અનુક્રમે લગ્નદિવસ નજીકમાં આવ્યું, ત્યારે વિદ્યાધરોના પરિવારથી સુશોભિત અને બંધુજનને સમુદાય