________________
૧૭૧.
સુરસુંદરી ચરિત્ર જેને સ્ત્રી મળી હોય છે, તે વિચારે છે કે, મારે હવે પ્રજા કયારે થશે? અને તે પણ અભિગ્રહ પૂર્ણ થયા. બાદ પણ હંમેશાં અનેક રોગોથી તે પીડાયા કરે છે. પરંતુ કઈ પણ માનવ કઈ પણ સમયે સુખી જોવામાં આવતું નથી.
હું પણ આ અસહ્ય એવા વિરહ દુઃખથી અત્યંત પીડાઉં છું. તો હવે મારે પૂર્વોક્ત વિચાર જ કાયમ રાખ ઠીક છે. એમ નિશ્ચય કરી તે વૃક્ષ ઉપર હું ચઢી ગયે અને ગળે પાશ નાખી કહેવા લાગ્યો.
રે દૈવ ! છેવટની હું તને આટલી પ્રાર્થના કરું છું કે, દુર્લભ એવા મનુષ્ય ઉપર મારો સ્નેહ કેઈ જન્માંતરમાં પણ તારે કરાવવું નહીં.
પ્રાણી માત્ર રાગથી બંધાય છે, અને તે બંધનમાં, પડયા બાદ બહુ અધમ ગતિને પ્રાપ્ત થાય છે.
દરેક દુખે રાગથી ઉત્પન્ન થાય છે. વળી તે દુઃખને સ્વાધીન થયેલું પ્રાણી કેઈપણ ઠેકાણે સ્થિર બુદ્ધિથી શાન્ત થતું નથી. પરંતુ નિરંતર દુઃખમાં જ પોતાની સ્થિતિ ગુજારે છે.
હવે આ સંબંધી મારે કંઈપણ વિચારવાનું રહ્યું નથી.
કારણ કે, તે કેવલીભગવાનનું વચન, આકાશમાં થયેલી તે દેવવાણી અને તે સ્વપ્ન આ સર્વની ઉપર આધાર રાખી આજ સુધી પ્રિયાની આશામાં મેં મારા દિવસે વ્યતીત કર્યા.