________________
૧૭૦
સુરસુંદરી ચરિત્ર જેના હૃદયમાં દયા હોય છે, તે મધ્યમ બુદ્ધિને મનુષ્ય જ્યારે આપત્તિમાં આવી પડે છે, ત્યારે પાપાચરણ, છેડી દે છે. તે
પિતાના પ્રાણ છુટી જાય તે પણ સજજન પુરૂષ સમુદ્ર જેમ કાંઠાને ત્યાગ કરી આગળ ચાલી શકતો નથી, તેમ પોતાના સદાચારને ત્યાગ કરવા સમર્થ થત નથી. અર્થાત્ પિતાની કુલમર્યાદા છોડતો નથી.
પાપી પુરૂષે પાપમાંને પાપમાં રખડયા કરે છે.
ઉદરમાં રહેલા અન્નને પચાવનાર જઠરાગ્નિ હેય છે, વૃક્ષનાં ફલ પણ પોતાના સમય પ્રમાણે પાકી જાય. છે, તેમજ રાજા પણ કુમંત્ર વડે વિપાકદશાને અનુભવે. છે અને પાપી પુરૂષ પિતાના પાપ વડે બહુ દુઃખી થાય છે.
આ સંસારની અંદર કેઈ પણ જીવ કેઈ પણ કારણને લીધે હંમેશાં પ્રાયે દુઃખી જ હોય છે. એમાં કંઈ નવાઈ જેવું નથી.
જે નિર્ધન હોય છે, તેને હંમેશાં ધનની ચિંતા રહ્યા કરે છે.
જેની પાસે પુષ્કળ દ્રવ્ય હોય છે, તે તેનું રક્ષણ કરવામાં અત્યંત વ્યાકુળ રહે છે.
જે સ્ત્રી વિનાને હોય છે, તે ચારે તરફ સ્ત્રી માટે ફાંફાં માર્યા કરે છે કે, હવે હું કયે ઉપાય કરું તે મને સ્ત્રી પરણવા મળે, એમ તેની બુદ્ધિ વિચાર કર્યા