________________
૧૬૮
સુરસુંદરી ચરિત્ર નથી. કારણ કે, મેટા વિરહ દુઃખને શાંત કરવામાં પ્રાણ ત્યાગ કરે એજ યેાગ્ય ઉપાય છે.
જો કે, વિવેકી એવા ઉત્તમ પુરૂષને આ આત્મઘાત કરો એ ઉચિત નથી. કારણ કે, “આત્મઘાત કરનાર પ્રાણ મહાપાપી ગણાય છે.” તે પણ મારું જીવિત તેણીના વિરહથી રહી શકે તેમ નથી. " માટે તેણીના આંદોલનથી પવિત્ર થયેલા આ તરૂવરની જ શાખાએ પાશ વડે મારા દેહને બાંધીને હું મારા પ્રાણ ત્યાગ કરૂં, અન્યથા દુઃખની શાંતિ થવાની નથી.
અહે! હું કેણ? અને કયા રસ્તે ચાલનાર ? છતાં આવા અધમ માર્ગનું મારે સ્મરણ કરવું, સર્વથા અઘટિત છે. પરંતુ વિરહી પુરૂષ ધર્માધર્મને દેખી શકો
નથી.
ઘુવડ વિગેરે પ્રાણીઓ આંખ હેવા છતાં પણ દિવસે દેખી શક્તા નથી, અર્થાત્ દિવસે આંધળા હોય છે. તેમજ કેટલાક અન્ય પ્રાણીઓ રાત્રીએ દેખતા નથી.
વિવેકરૂપી નેત્ર વિનાને કામી પુરૂષ તો તેઓ બનેથી વિચિત્ર પદ્ધતિનો હોય છે. કારણ કે, કામથી અંધ બનેલ પુરૂષ તે રાત્રી અને દિવસે બીલકુલ દેખી શકતો નથી.
વળી કર્તવ્ય અને અકર્તવ્યમાં મૂઢ બનેલે પુરૂષ